બે હજારથી વધુ વરસો પૂર્વે કુદરતી નિયમોને બાજુએ મુકીને એક બાળકનો જન્મ થયો. તેમનો ઊછેર ગરીબાઈમાં અને સાવ સામાન્ય રીતે થયો. તેમણે કોઈ ઉચ્ચ શિક્ષણ, ધનદોલત કે કીર્તી પ્રાપ્ત કર્ચાં ન હતાં. વળી કોઈ લાંબા પ્રવાસ પણ ખેડ્યા ન હતા. માત્ર એક વાર તે પોતાના દેશની સરહદ પાર ગયા હતા.
આમ છતાં આ વ્યક્તિના જીવનથી જગતના ઈતિહાસનો ક્રમ બદલાઈ ગયો છે. તેમના જન્મના સમાયારથી રાજકર્તા ગભરાઈ ગયા હતા. કિશોરાવસ્થામાં જ તેમણે નિયમશાસ્ત્રના પંડિતોને ગૂંચવી નાખ્ચા હતા. પુખ્ત વયે તેમણે કુદરતી તત્ત્વો પર અધિકાર ચલાવ્યો હતો. તે સમુદ્રનાં પાણી પર ચાલ્ચા હતા. તેનાં ઘૂઘવતાં મોજાંને શાંત પાડીને સમુદ્રને સુવડાવી દીધો હતો.
કોઈ પણ પ્રકારની ઔષધિ કે દવા વગર તેમણે અનેક લોકોને સાજા કર્યા હતા. સાજાપણું ની એ સેવાઓ બદલ કંઈ જ નાણાં વસૂલ કરવામાં આવ્ચા ન હતા. જો કે તેમણે એક પણ પુસ્તક લખ્યું નહોતું, તેમ છતાં અન્ય કોઈ પણ વ્યક્તિની જીવનકથા કરતાં વધુ પુસ્તકો તેમના જીવન વિષે લખાચાં છે. તેમણો પોતે એક પણ ગીત રચ્યું નહોતું, તેમ છતાં જગતના સર્વ કવિઓએ રચ્યાં હોય તે કરતાં વધારે કાવ્ચો અને ગીતો મટે તેમના જીવને વિષયવસ્તુ અને સામગ્રી પૂરાં પાડ્યાં છે. તેમણે કોઈ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી નહોતી, તેમ છતાં જગતની સર્વ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની એકત્ર સંખ્યા કરતાં તેમના અનુયાયીઓની સંખ્યા અનેકગણી વધારે થાય છે.
કોઈ પણ સૈન્યની રચના કર્યા વગર, કે એક પણ સૈનિકની ભર્તી કર્યા વગર, કે ગોળીબાર ચલાવ્યા વગર સૌથી વધારે સંખ્યામાં બંડખોરો તેમને આધીન થયા હતા. માનસિક રોગોની સારવાર તેમણે કદી કરી નહોતી, તેમ છતાં જગતના સર્વ વ્યાપારવાણિજ્ય અને વ્યવસાયોનાં સર્વ ચક્રોદર દર સપ્તાહે એક વાર સ્થગિત થઈ જાય છે, અને તેમના માનાર્થે લોકસમુદાયો તેમને આદરયુક્ત અંજલિ અર્પવા વિશ્વભરમાં ઊલટભેર એકત્ર થાય છે. તેમના જન્મ પછી વીસ વીસ સદિઓનાં વહાણાં વહી ગચાં હોવા છતાં તે આજે પણ જીવંત છે. શત્રુઓ તેમનો નાશ કરી શક્યા નહિ. તેમનો દેહ કબરના બંધનમાં રહી શક્ચો નહિ. કોણ છે આ વ્યક્તિ?
આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તુ છે.
તે સર્વ વાતે સંપૂર્ણ, નિષ્પાપ અને નિષ્કલંક જીવન જીવ્યા હતા. આપણે તો મરણદંડને યોગ્ય સામાન્ય મનુષ્ય છીએ, પરન્તુ સમગ્ર માનવજાત પરના દિવ્ય પ્રેમને લીધે ઈશ્વરે આપણને બચાવી લેવાનું પસંદ કર્યું. તે માટે ઈશ્વરે પોતાના એકાકી પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. તેમણે આપણા સ્થાને ક્રૂસ પર મરણની ભયંકર વેદના સહન કરી, જેથી આપણને સદાકાળના મરણમાંથી મુક્તિ મળે. મરણ પછી ત્રીજા દિવસે ઈશ્વરે તેમને સજીવન કર્યા. આજે તો તે સ્વર્ગીય ગૌરવના સર્વોચ્ય સ્થાને બિરાજમાન છે. તે ઈશ્વરથી ઘોષિત થયા છે, દૂતોથી માન્ય થયા છે અને તેમના અનુયાયીઓ તેમની આરાધના કરે છે. શેતાની તત્વો તેમનાથી દૂર ળાગે છે. આ તો પુનરુત્થાનિત પ્રભુ અને મુક્તિદાતા ઈસુ ખ્રિસ્ત છે.
શિષ્યોના દેખતાં ઈસુ યરુશલેમ નગરથી સ્વર્ગે સિધાવ્યા. તેમણે કહ્યું હતું કે, "સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે, માટે જાઓ અને સર્વ લોકમાંથી મારા શિષ્યો બનાવો." સમગ્ર વિશ્વની સર્વોચ્ચ સત્તા ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. એક દિવસે તેસર્વ જીવંત અને મ્રુતકોનો ન્યાય કરશે.
ઈશ્વરે મોકલેલ એક રાજવી સંદેશક તરીકે અમે આપને ઈસુના અનુયાયી બનવા માટે પ્રેમળર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ઈસુ ખ્રિસ્તના આ અસાધારણ દાવાઓ અને જીવનને ગંભીરતાપૂર્વક ચકાસી જોવા શું આય તૈયાર છો? પાપમય જીવન ને તિલાંજલી આપીને શું આપ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે બક્ષેલ માક઼ીની દિવ્ય ળેટ સ્વીકારવા ચાહો છો? નમ્રતાપૂર્વક પાપોની કબૂલાત કરીને શું આપ આપની અવેજીમાં મ્રુત્યુને વરેલા તારણહાર સામે દ્રષ્ટિ ઉંચી કરશો? જેવા છીએ તેવા જ ઈશ્વર આપણને પોતાના સંતાન તરીકે દત્તક કરી લેશે અને આપણને પોતાનું નિવાસસ્થાન બનાવશે.
મ્રુત્યુ પર વિજયી થયેલા આ રાજાઓના રાજાને શું આપ આપના જીવનમાં પ્રભુ તરીકે પ્રવેશવા દેશો? તો હમણાં જ તેમની સાથે વાર્તાલાપ કરો અને તેમને આપના જીવનમાં આવવા આમંત્રણ આપો. પસંદગી આપની છે. એક વાત યાદ રહે કે ઈસુ ખ્રિસ્તની પસંદગી સંબંધી એક દિવસ આયણ સર્વએ ઈશ્વરણે જવાબ આપવો પટશે.
ઈસુ ખ્રિસ્ત વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને વાંચો, કે નજીકના અનુયાયીએ શું લખ્યું છે.